જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવા અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી.
અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ તમામ પરિવારો માટે 200 યુનિટ મફત વીજળી મંજૂર કરી છે. અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને દર મહિને 10 કિલો મફત રાશન મળશે.લગ્ન સહાય યોજના હેઠળ,પાત્ર લાભાર્થીઓ માટે નાણાકીય સહાય રૂ.50 હજારથી વધારીને રૂ. 75 હજાર કરવામાં આવી છે. ૧ એપ્રિલથી, જમ્મુ અને કાશ્મીરની તમામ મહિલાઓ સરકારી પરિવહનમાં મફત મુસાફરી માટે પાત્ર બનશે.
Site Admin | માર્ચ 7, 2025 5:42 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી
