નેશનલ કૉન્ફરન્સના નેતા ઑમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આજે શપથગ્રહણ કર્યા છે.શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ અબ્દુલ્લા અને તેમના મંત્રીપરિષદને શપથ લેવડાવ્યા હતા.આ સમારોહમાં સુરેન્દ્ર ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના,સકીનાઈટ્ટુ અને જાવેદ રાણાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સમારોહમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ભારતીય જનતા પક્ષના અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિતપ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.કૉંગ્રેસ પક્ષે ઑમર અબ્દુલ્લાની સરકારના બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.નવી સરકારમાં કૉંગ્રેસ સામેલ નહીં હોય.
Site Admin | ઓક્ટોબર 16, 2024 1:58 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર