જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રા માટેની પ્રથમ ટૂકડી આજે સવારે કડક સલામતી વચ્ચે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રિ નિવાસથી રવાના થઈ હતી. 700 યાત્રાળુમાં મોટા ભાગનાં ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટકના છે.
એક માન્યતા પ્રમાણે, બાબા બુઢા અમરનાથની યાત્રા વગર અનંતનાગ સ્થિત બાબા અમરનાથની યાત્રા અધુરી ગણાય છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:24 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે
