જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે. જમ્મુ કાશ્મીરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 3 માર્ચે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે.
સત્રના પહેલા દિવસે ઉપરાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે. આ પહેલી વાર હશે જ્યારે ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભાનું બીજું સત્ર હશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 1:46 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે
