જમ્મુ અને કાશ્મીરમાં, કઠુઆના જુથાનામાં ગઈકાલે રાત્રે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે સુરક્ષા દળોના ત્રણ જવાનો શહીદ થયા. નાયબ પોલીસ અધિક્ષક અને એક પેરા કમાન્ડો સહિત ચાર અન્ય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.ગઈકાલે વહેલી સવારે સુરક્ષા દળોએ સુફૈન જંગલ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરતા આતંકવાદીઓના એક જૂથ સાથે અથડામણ થઈ, જેમાં ત્રણ આતંકવાદીને ઠાર કરાયા હતા., જોકે હજુ તેમના મૃતદેહ મળી આવ્યા નથી.
Site Admin | માર્ચ 28, 2025 9:45 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠારઃ ત્રણ જવાનો શહીદ.
