જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં (-૪.૩) ડિગ્રી જ્યારે પહેલગામમાં (-૧૦) ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાત્રિના સમયે આકાશ સ્વચ્છ હોવાને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સમગ્ર પ્રદેશમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે તથા આવતીકાલે વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ‘ચિલ્લાઈ કલાન’ તરીકે ઓળખાતા અતિશય ઠંડા શિયાળાની શરૂઆત ગત ૨૧ ડીસેમ્બરથી થઈ છે અને ૩૦ જાન્યુઆરી સુધી પ્રવર્તમાન રહેવાની સંભાવના રહેશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર