જમ્મુ અને કાશ્મીરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આજે પૂંચ જિલ્લામાં સરકારીઈમારતની છત પરથી મળેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો છે. રાજા સુખદેવ જિલ્લા હોસ્પિટલનજીક સરકારી ક્વાર્ટરની છત પર બાળકોએ હેન્ડ ગ્રેનેડ જોયા બાદ પોલીસને બોલાવવામાંઆવી હતી. પોલીસને શંકા છે કે કોઈ વ્યક્તિ ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો, પરંતુ તે ફાટ્યો નહોતો. પોલીસે લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદગતિવિધિની તરત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવ્યું છે. દરમ્યાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની પોલીસે મોબાઇલ નંબર 8891979985 નો ઉપયોગ કરીને ગુપ્ત હેતુ સાથે પોલીસ મહાનિદેશક આરઆર સ્વેન હોવાનો ખોટો દાવોકર્યો હોવાના અહેવાલોને પગલે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરપોલીસે જાહેર જનતા અને કાયદા અમલીકરણ અધિકારીઓને સાવચેતી રાખવા અને આ વ્યક્તિ સાથેકોઈપણ ક્રિયાપ્રતિક્રિયા ટાળવા વિનંતી કરી છે.
Site Admin | જુલાઇ 19, 2024 8:12 પી એમ(PM)