જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બેથી ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે સોપોરના રામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોઅને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.
મળેલી ગુપ્ત માહિતી મુજબ, સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત આતંકવાદ વિરોધી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આસપાસના દળો પર ગોળીબાર કર્યો હતો. આ અભિયાનમાં અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:46 એ એમ (AM) | જમ્મુ અને કાશ્મીર