જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી હતી, જેમાં મુખ્યત્વે નિયંત્રણ રેખા, LOCની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારો અને જંગલ વિસ્તારોમાં શોધ અભિયાન આરંભ્યુ હતું.
અમારા પ્રતિનિધિ અહેવાલ મુજબ, આ અભિયાનનો હેતુ ગયા વર્ષે ડિવિઝનમાં શ્રેણીબદ્ધ ઘાતક હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી નેટવર્કને તોડી પાડવાનો છે. ઉનાળાની શરૂઆત પહેલાં આવા વિસ્તારોમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ વધે છે. તેને રોકવા માટે આ કામગીરી આરંભવામાં આવી હતી.
રાજૌરી અને પૂંચ જેવા સરહદી જિલ્લાઓ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતા હોટસ્પોટ રહ્યા છે, ગયા વર્ષે આતંકવાદીઓએ 6 અન્ય જિલ્લાઓ – રિયાસી, ડોડા, કિશ્તવાડ, કઠુઆ, ઉધમપુર અને જમ્મુમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાઇ હતી.
આ જિલ્લાઓમાં આતંકવાદી ઘટનાઓ, જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ અને 14 નાગરિકો સહિત 44 લોકોના મોત થતા સલામતી એજન્સીઓ ચિંતામાં મૂકાઇ હતી.
Site Admin | જાન્યુઆરી 29, 2025 1:48 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી
