જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. સેનાના પ્રવક્તાએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન બેસૈનિકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અગાઉ, આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઈનપુટના આધારે ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરાયું હતું. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુક્ત દળોકાદર ગામમાં શંકાસ્પદ સ્થળની નજીક પહોંચ્યા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો સેનાના પ્રવક્તાએ કહ્યું કે ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે..
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:09 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર