જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ગ્વાર માસુ વિસ્તારમાં વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો લાપતા છે. છેલ્લા અહેવાલ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ ડૉ. જીતેન્દ્ર સિંહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેઓ કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર સાથે સંપર્કમાં છે અને ઘટના વિશે અપડેટ્સ મેળવી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:54 પી એમ(PM)