જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક આર આર સ્વેન, પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ અને BSF, પશ્ચિમી કમાન્ડના વિશેષ મહાનિર્દેશક વાય બી ખુરાનિયા સહિત અન્ય અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરવા માટે હાજરી આપી હતી.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં સૈન્ય પેટ્રોલિંગ પર હુમલો કર્યો અને જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત પાંચ સૈનિકોની શહીદ થયા હતા ,જેના બાદ આ આંતરરાજ્ય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ આતંકી હુમલા માટે જવાબદાર આતંકવાદીઓની શોધખોળ દરમ્યાન અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 11, 2024 8:25 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર