જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે ‘યલો એલર્ટ’ જારી કર્યુ છે જેમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, 10 માર્ચથી છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે, જ્યારે હાલની સ્થિતિ 16 માર્ચ સુધી યથાવત રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૫ માર્ચ સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડવાની શક્યતા છે અને ૧૬ માર્ચે કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા છે. ૧૭ થી ૨૧ માર્ચ સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. હવામાન વિભાગે પ્રવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોને અવરજવર સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાની અને ખેડૂતોને ૧૬ માર્ચ સુધી ખેતીકામ સ્થગિત રાખવાની સલાહ આપી છે.
Site Admin | માર્ચ 13, 2025 8:33 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે ‘યલો એલર્ટ’ જારી કર્યુ છે
