હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, સાથે છૂટાછવાયા વિસ્તારોમાં બરફવર્ષા પણ થશે. હવામાન વિભાગે દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા બરફ અને વીજળી પડવા અંગે ચેતવણી આપતા “યલોએલર્ટ” જાહેર કરાયું છે. હવામાન વિભાગે, પ્રવાસીઓ અને પરિવહનકારોને વહીવટીતંત્ર અને ટ્રાફિક સૂચનાનું પાલન કરવા સલાહ આપી છે. જ્યારે ખેડૂતોને 16 માર્ચ સુધી ખેતીની કામગીરી સ્થગિત રાખવા સલાહ આપવામાં આવી છે.
Site Admin | માર્ચ 15, 2025 1:14 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે :હવામાન વિભાગ
