જમ્મુ અને કાશ્મીરની જમ્મુ પોલીસે ગઈકાલે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી નેટવર્ક્સ પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જમ્મુ ક્ષેત્રના રાજૌરી, પૂંચ, કિશ્તવાર અને ઉધમપુર જિલ્લાઓના 56 જેટલા સ્થળોએ દરોડા પાડ્યાં હતા.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ કાર્યવાહીને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો, બિનહિસાબી રોકડ, શસ્ત્રો અને દારૂગોળો સહિતની ગુનાખોરી સામગ્રીની મળી આવી હતી. જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આનંદ જૈને જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મળેલી સામગ્રી અને માહિતીના આધારે તપાસ થઇ રહી છે. જૈને નાગરિકોને તેમની આસપાસના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિઓની માહિતી મળે તો તેની જાણ પોલીસને કરવા અપીલ કરી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર