ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 6:40 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર

printer

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયા રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત કરાયા

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. 17 લોકોના રહસ્યમય મૃત્યુ બાદ આ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા હતા.
અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં રહસ્યમય મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોની સલામતી અને તપાસના હેતુથી આ લોકોને ગયા મહિનાની 8મી તારીખે રાજૌરી લાવવામાં આવ્યા હતા. રહેવાસીઓને પાછા મોકલવાનો નિર્ણય આરોગ્ય નિષ્ણાતો સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન પછી લેવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ