જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે.
અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે.
આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાનો સામે ગોળીબાર થયો હતો. દરમિયાન તપાસ અભિયાન કાંચી ચાલુ હોવાથી સેનાએ ફરી એકવાર મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:09 પી એમ(PM) | આતંકવાદી | જમ્મુ અને કાશ્મીર