જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર – RTI ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોર્ટલ દ્વારા લોકોને સરકારી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકોને ઝડપથી, પારદર્શક રીતે અને ઓછા ખર્ચે માહિતી ઉપલબ્ધ થશે. શ્રી અબ્દુલ્લાએ સંબંધિત અધિકારીઓને આ પહેલ વિશેની માહિતી શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું જેથી લોકો તેનો લાભ લઈ શકે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:46 પી એમ(PM) | મુખ્યમંત્રી