જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સેના દ્વારા ચાલી રહેલી તપાસ કામગીરી દરમિયાન અનેક શસ્ત્રો અને યુદ્ધની સામગ્રી મળી આવી છે.અધિકારીઓએ આજે માહિતી આપી.
સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રે પૂંછ સેક્ટરમાં, નિયંત્રણ રેખા પર આતંકવાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સતર્ક સૈનિકોએ, ઘૂસણખોર આતંકવાદીઓ પર હુમલો કર્યો, જેના પછી ભીષણ અને ભારે ગોળીબાર શરૂ થયો.” તેમણે કહ્યું કે,” આખી રાત ઓપરેશન ચાલુ રહ્યું. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા.”
અત્યાર સુધીમાં આ વિસ્તારની શોધખોળ દરમિયાન ઘણા હથિયારો અને યુદ્ધની સામગ્રી મળી આવી છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:53 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા બે આતંકવાદીઓ ઠાર
