જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પાડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે.
અમારા સંવાદદાતાએ જણાવે છે કે આ અકસ્માત ઘોડા ચોકી વિસ્તાર પાસે થયો હતો, જ્યારે ડ્રાઇવરે સૈનિકોને લઈ જઈ રહેલા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દરમિયાન બચાવ કામગીરી ચાલી રહી છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સના અધિકારીઓએ દુર્ઘટનામાં સૈનિકોના થયેલા મોત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:52 એ એમ (AM) | જમ્મુ અને કાશ્મીર