જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ખાતે હવામાન વિભાગનું પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે આકાશવાણીના જમ્મુના સંવાદદાતા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગનું કેન્દ્ર શરૂ થતાં આ ક્ષેત્રે હવામાન અંગેની આગાહીઓ તેમજ સંભવિત કુદરતી આપત્તિ સામે સજ્જ થવાની ક્ષમતામાં વધારો થશે.
શ્રી સિંહે વિજ્ઞાન ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને હવામાન અંગે સચોટ આગાહીઓ દ્વારા નાગરિકોને વધુ માહિતી આપવા સરકાર પ્રતિબદ્ધ છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:52 પી એમ(PM)