જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.આજે વહેલી સવારે આ અથડામણ શરૂ થઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને એક આતંકવાદી ઠાર મરાયો હતો. અથડામણ સ્થળ પરથી એક AK-47 રાઈફલ મળી આવી છે. અગાઉ, કુપવાડા જિલ્લાના ક્રુમહૂરા, ઝાચલદરા રાજવાર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજુ ઓપરેશન ચાલી રહ્યું છે.
Site Admin | માર્ચ 17, 2025 6:36 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો
