જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂને શરૂ થયેલી યાત્રા બાદથી છેલ્લા 22 દિવસોમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે. ગઈકાલે 11 હજારથી વધુ યાત્રિઓએ દર્શન કર્યા હતા. જયારે આજે 3 હજાર 113 યાત્રિઓનો વધુ એક સમૂહ 2 સુરક્ષા કાફલા સાથે જમ્મુના ભગવતીનગર યાત્રિ નિવાસથી ખીણ માટે રવાના થઇ છે.
આ વર્ષની અમરનાથ યાત્રા 52 દિવસ બાદ 19 ઑગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ અને રક્ષાબંધનના તહેવાર સાથે પૂર્ણ થશે.
Site Admin | જુલાઇ 21, 2024 2:09 પી એમ(PM)