જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે મધરાત્રે બે વાગે કાસ્તીગઢ વિસ્તારના એક ગામમાં અથડામણ થઈ હતી. આતંકવાદીઓએ એક સરકારી શાળામાં બનાવાયેલી કાયમી સલામતી છાવણી પર ગોળીબાર કર્યો. સલામતી દળોએ જવાબમાં કરેલી કાર્યવાહીને પગલે એક કલાક સુધી સામ સામે ગોળીબાર ચાલુ રહ્યો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં બે જવાનને નજીવી ઇજા થઈ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થતાં દેસા અને આસપાસનાં જંગલમાં મોટા પાયે શોધ અભિયાન ચાલુ છે.
Site Admin | જુલાઇ 18, 2024 2:20 પી એમ(PM) | આતંકવાદી
જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે
