જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે 9
FIR નોંધી છે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 5 સરકારી કર્મચારીઓને
સસ્પેન્ડ કર્યા છે, ઉપરાંત આવા 23 કેસોમાં ચેતવણી જાહેર કરી છે, જ્યારે
ઉલ્લંઘનના 48 કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આકાશવાણીના જમ્મુ
સંવાદદાતાના અહવાલ મુજબ 16 ઓગસ્ટ 2024 ના રોજ આદર્શ આચાર સંહિતા
લાગુ કરવામાં આવી ત્યારથી સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં 175 જેટલા ઉલ્લંઘન
નોંધાયા છે. આમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો વિરુદ્ધ ઉલ્લંઘનના 96, સરકારી
કર્મચારીઓ વિરુદ્ધ 53, મીડિયા વ્યક્તિઓ વિરુદ્ધ બે અને અન્ય વિરુદ્ધ 24 અહેવાલોનો
સમાવેશ થાય છે. 89 ઉલ્લંઘનોને દૂર કરવામાં આવ્યા કારણ કે તે પાયાવિહોણા અને
ખોટા હતા.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:11 પી એમ(PM)
જમ્મુકાશ્મીરમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ …પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ
