જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. શ્રી હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે.
ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેઓ અન્ય મહાનુભાવો સાથે તથા વેપાર અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. જમૈકાના પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારતા કરાર ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:09 પી એમ(PM)
જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ આજે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા
