જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે…
રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની કૃષિ મંત્રીએ ભલામણ કરી હતી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક બોટલ, ૪૫ કિલોગ્રામ દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. કૃષિમંત્રીએ નેનો યુરીયાના ઉપયોગ માટેની રાજ્ય સરકારની યોજના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. ૭૫૦ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત ૪૫ લાખ નેનો યુરીયાની બોટલ પર સહાય આપવામાં આવશે. આ યોજના માટે અંદાજપત્રમાં ૪૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:08 પી એમ(PM) | કૃષિ મંત્રી રાઘવજી પટેલ