પુરીમાં ભગવાન જગન્નાથના રત્ન ભંડારને આજે ખોલવામાં આવશે… જગન્નાથપૂરીની આ ઘટના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે પણ અદ્વિતિય માનવામાં આવે છે.
ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદન દ્વારા રત્ન ભંડાર ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રત્નભંડાર ખોલવા અંગે રચવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય સમિતિ દ્વારા ભલામણ કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
શ્રી મંદિરના મુખ્ય સંચાલકના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં , રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), સેવાકારો અને સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ ચાવી વડે રત્ન ભંડાર ખોલવાના પ્રયત્નો કરવામાં આવશે; જો પ્રયાસ નિષ્ફળ જાય, તો મેજિસ્ટ્રેટની હાજરીમાં તાળું તોડવામાં આવશે. આભુષણોની શોધ અને રત્ન ભંડાર ખોલવા અને મરમ્મત કરવા માટે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. RBIના પ્રતિનિધિઓ આભુષણોની શુદ્ધતા અને વજનનું ડિજિટલી દસ્તાવેજીકરણ કરીને પારદર્શિતા સુનિશ્ચિત કરશે.
ઉદઘાટન દરમિયાન જે પણ મુદ્દાઓ સામે આવે તે અંગે ચર્ચા-વિચારણા માટે બેઠકો યોજવામાં આવશે.
રત્નભંડાર ખોલવા માટેની દેખરેખ સમિતિના અધ્યક્ષ ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિશ્વનાથ રથે એ કહ્યું હતું કે , ASIને રત્ન ભંડારની માળખાકીય સ્થિરતા પર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ચાર દાયકાથી વધુ સમયથી રત્નભંડાર બંધ હોવાને કારણે, સાવચેતીના ભાગરૂપે સાપ પકડનારા, ડોકટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
Site Admin | જુલાઇ 14, 2024 1:56 પી એમ(PM)