ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 7:11 પી એમ(PM) | મંત્રી ઋષિકેશ પટેલ

printer

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે :મંત્રી ઋષિકેશ પટેલ

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જંત્રી અંગેના સરકારના નિર્ણય અંગે પત્રકારો દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈએ જંત્રીમાં સમય વધાર્યો છે. આ મામલે તેમણે ખાત્રી આપતાં કહ્યું હતું કે કોઈને અન્યાય અથવા વાસ્તવિક દર કરતાં વધુ દર લાગ્યા છે ત્યાં વિશાળ તક આપી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર જંત્રી માટે હજુ વિચારશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ