રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલી મુસદ્દારૂપ જંત્રી અંગે લોકો દ્વારા બે મહિનામાં ૧૧ હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી ૫૪૦૦ જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે ૫૬૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રી દર ઓછા કરવા માટે ૬૭૫૩ , જંત્રી દર વધારવા માટે ૧૭૫૫, સર્વે નંબર ખોટા વેલ્યુ ઝોનમાં સમાવેશ કરવા ૯૪, સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ ન હોય તેવી ૨૬૮ અને ૨૧૭૬ જેટલા અન્ય વાંધા – સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે.
સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી ૨,૧૭૯અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ ૦૭ જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે.
આ વાંધા – સૂચનોની ચકાસણી જિલ્લા કક્ષાએ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 8:51 એ એમ (AM)
જંત્રી દર ઓછા કરવા માટે 6753 અને વધારવા માટે 1755 અરજીઓ આવી
