GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે અને શાળામાં નવતર પ્રયોગ કરી શિક્ષણમાં નવીનતા લાવી શકે તેવા આશયથી ૧૩થી ૧૫ ફેબ્રુઆરી સુધી ત્રિ- દિવસીય ૧૦માં શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૯ જેટલી પ્રાથમિક શાળાઓ અને ૧૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૪૬ જેટલી વિવિધ કૃતિઓના સ્ટોલ લગાડવામાં આવ્યા છે, જે સ્ટોલની જીલ્લાના ૧૨૦૦ જેટલી શાળાઓના શિક્ષકો મુલાકાત લઈ ને શિક્ષણ માં નવીનતા લાવવાનો પ્રયાસ કરશે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 7:03 પી એમ(PM) | છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું
