ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 9:27 એ એમ (AM)

printer

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં આ મેળાને પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાઓમાં સ્થાન મળે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું કે, સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા”માં પરંપરાગત તિરંદાજી, ગિલોલ રમત, પિઠોરા ચિત્ર, સંગીતવાદ્ય, લોકવાદ્યો સહિતની સ્પર્ધા યોજાશે. મેળામાં જોડાવવા ઈચ્છુકોએ chhotaudepur.nic.in પરથી નોંધણી કરાવવાની રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ