છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો હતો. બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં માર્કેડ યાર્ડમાં આજે જલારામ જ્યંતીનાં દિવસે ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે વધુ વરસાદ થી કપાસ નાં પાક ને નુકશાન થતાં કપાસ નું ઉત્પાદન મોડું અને ઓછું થયું છે
બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં આજે ત્રણ જેટલાં વાહનો, કપાસ લઇ ને આવ્યા હતાં, આ કપાસનું એ પી એમ સી નાં ચેરમેન દ્વારા પૂજન કરાયું હતું.
આજે શરૂ થયેલ કપાસ ની હરાજી માં ૭ હજાર ૫૫૦ થી શરૂ થઇ ને ૭હજાર ૫૭૫ નાં ભાવે કપાસની ખરીદી બંધ રહી હતી, અને પ્રતિ કવિન્ટલે ૭ હજાર ૫૭૫ નો સૌથી ઉંચો ભાવ બોલાયો હતો.
Site Admin | નવેમ્બર 8, 2024 6:44 પી એમ(PM) | કપાસ
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો
