છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સાહિત્ય અકાદમીનાં પ્રમુખ રેવાબેન તડવીનું અવસાન થયું છે.છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, રેવાબેન તડવી રાજ્યનાં સૌ પ્રથમ સ્ત્રી આદિવાસી વિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદક અને વાહક હતાં. તેમણે તેમનાં પતિ શંકરભાઈ તડવી સાથે 29 જેટલા પુસ્તક લખીને આદિવાસી સાહિત્યમાં મોટું યોગદાન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:17 પી એમ(PM)