છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ. ‘ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવી શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૩૩ મીડિયા કર્મીઓએ પોતાનું તબીબી નિદાન કરાવ્યું. જેમાં લોહીના રિપોર્ટ લીવર-કિડનીના રિપોર્ટ, ડાયાબિટીસ, બહેનો માટે મેમોગ્રાફિ તેમજ સર્વાઈકલ કેન્સર માટેના વિવિધ નિદાન કરવામાં આવ્યા.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:28 પી એમ(PM)
છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ
