છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી..
આ બેઠકમાં ગ્રાહકોના પ્રશ્નો તથા ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિની ચર્ચા કરવામાં આવી હતી. તમામ નાગરિકોને પુરવઠો ઉપલબ્ધ થાય એ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા કરવા આવે છે. સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ થાય તે માટે લાભાર્થીઓના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈ-કેવાયસી કરવા જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ તથા ધારાસભ્યોએ જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તહેવારને ધ્યાનમાં રાખીને અધિકારીઓને વિતરણ વ્યવસ્થા પર ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:15 પી એમ(PM)