ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 8:15 એ એમ (AM) | ઉત્તરાયણ

printer

છેલ્લી ઘડીની ખરીદી કરવા રાજ્યભરના શહેરો નગરોમાં મોડીરાત સુધી પતંગ બજારોમાં ભારે ભીડ

આજે વહેલી સવારથી જ ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.પતંગ રસિયાઓ અગાસી, ધાબાઓ પર ચઢીને પતંગનો આનંદ માણી રહ્યાં છે., જોકે ગઇકાલે મોડીરાત સુધી પતંગની ખરીદી રાજ્યભરમાં ચાલી હતી.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરો અને નાના મોટા નગરોમાં પણ પતંગના શોખીનોએ મોડી રાત સુધી પતંગની ખરીદી કરી હતી અને દોરીને રંગાવી હતી જેને કારણે આખી રાત પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.
અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પતંગમાં 30 ટકા ભાવ વધારો થયો છે છતા પણ લોકોએ પતંગ અને દોરીની ધૂમ ખીરીદી કરી હતી.
ઉત્તરાયણનું પર્વ આવી પહોંચતાં પાટણ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણ પતંગમય બની જવા પામ્યું છે.
અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પતંગોત્સવની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરમાં પતંગ દોરી ફિરકી અને અન્ય વસ્તુઓ લેવા માટે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને પાટણ શહેરના જુનાગંજ બજારમાં તેમજ બગવાડા દરવાજા વિસ્તારમાં પતંગ બજાર ભરાતા મોડી રાત સુધી લોકોની ચહલ પહલથી પતંગ બજારનો ધમધમાટ અને નજારો જામ્યો હતો અને લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ