ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 7:44 પી એમ(PM) | તાપમાન

printer

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયો હતો. તથા રાજ્યના ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન 24 કલાકમાં ઘટ્યું હતું. જેમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16.2, રાજકોટમાં 11 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ