છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે.
કચ્છના નલિયામાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો 24 કલાક દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ફક્ત 24 જ કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ ઘટીને ગત રાત્રી દરમિયાન નલિયામાં 4.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. આ સિવાય રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન નો પારો ગગડ્યો હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન, વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું અમદાવાદના હવામાન શાસ્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 28, 2024 5:40 પી એમ(PM) | gujarat winter | Weather Update | winter weather