છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ વણસી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ, જનરલ વકર-ઉઝ-ઝમાને ગઈકાલે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકારની રચના વિશે વાત કરી હતી.
પડોશી દેશમાં ભારતની રાજદ્વારી હાજરી અંગે કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે ઢાકામાં ઉચ્ચાયુક્ત ઉપરાંત ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હટમાં સહાયક ઉચ્ચાયુક્ત છે. તેમણે કહ્યું કે ભારત અપેક્ષા રાખે છે કે વર્તમાન સરકાર આ સંસ્થાઓ માટે જરૂરી સુરક્ષા પ્રદાન કરશે અને પરિસ્થિતિ સ્થિર થયા પછી તેમની સામાન્ય કામગીરી શરૂ કરશે
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:40 પી એમ(PM) | ઢાકા