પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે.’ ખાનગી મીડિયા સંસ્થાના લીડરશીપ સમિટને સંબોધતાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયાના આ યુગમાં, જ્યાં અફવા અને દુષ્પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સરકાર પોતાના સંકલ્પ સાથે મજબૂતીથી ઊભી છે.’ શ્રી મોદીએ કહ્યું, તેમની સરકાર વૉટ બેન્કની રાજનીતિથી દૂર રહે છે અને લોકોનો અને લોકો દ્વારા વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. સરકાર દેશને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખતી હોવાનો પણ તેમણે પુનઃરોર્ચ્ચાર કર્યો હતો.
આતંકવાદ અંગે શ્રી મોદીએ કહ્યું કે, સમય બદલાઈ ગયો છે. આજે આતંકવાદીઓ પોતાના જ ઘરમાં અસલામતી અનુભવી રહ્યા છે. શ્રી મોદીએ ઉમેર્યું કે, વર્ષ 2014માં દેશનું કેન્દ્રીય બજેટ આશરે 16 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે 48 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા 10 વર્ષમાં યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા વધી હોવાનો પણ શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | નવેમ્બર 16, 2024 2:49 પી એમ(PM) | પ્રધાનમંત્રી