છેલ્લા સાત મહિનામાં રાજ્યના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ- PNG જોડાણની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રસિધ્ધ કરેલા આંકડા અનુસાર, 31 જુલાઇ, 2023 સુધીમાં, રાજ્યમાં ઘરેલુ PNG જોડાણની સંખ્યા 30 લાખ 78 હજાર હતી, જે 29 ફેબ્રુઆરી 2024નાં રોજ વધીને 32 લાખ 53 હજાર થઈ હતી.આ ઉપલબ્ધિ અંગે ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક અને વ્યાવસાયિક પીએનજી જોડાણમાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે છે.
Site Admin | જુલાઇ 26, 2024 2:58 પી એમ(PM) | નેચરલ ગેસ PNG