છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે.
પૂરને પગલે અંદાજે 1700 લોકોને અસર થવા પામી છે. કૈલાલી ગ્રામીણ નગર પાલિકા ઉપરાંત ભજનીસ ઘોડાઘોડી અને ગૌરી ગંગા નગર પાલિકા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે.
કટૈની, શિબગંગા, કાંડ્રા પથરૈયા અને મોહના નદીના પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. કેટલાક રહેણાંક વિસ્તારોમાં ભોજન અને જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:19 એ એમ (AM) | ભારે વરસાદ