સરકારે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં જલ જીવન મિશન (JJM) – હર ઘર જલ હેઠળ ગ્રામીણ પરિવારોને લગભગ 11 કરોડ 75 લાખ નળના જોડાણો આપવામાં આવ્યા છે. જલ શક્તિ રાજ્ય મંત્રી વી. સોમન્નાએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે ઓગસ્ટ 2019માં જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું ત્યારે માત્ર 3 કરોડ 23 લાખ ગ્રામીણ પરિવારો પાસે નળના જોડાણ હતા પરંતુ હવે દેશના 77 ટકાથી વધુ ગ્રામીણ પરિવારો પાસે જોડાણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જોડાણો દ્વારા પ્રતિ વ્યક્તિ નિર્ધારિત ગુણવત્તા ધરાવતું 55 લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.
Site Admin | જુલાઇ 22, 2024 7:38 પી એમ(PM) | જલ