ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 8:09 પી એમ(PM) | રોકાણ

printer

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ અનુસાર એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીના સમયગાળામાં માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર જેટલો, તો એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન રાજ્યે હરણફાળ ભરીને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો, જે પાછલા 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86 ટકા છે.
નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાત FDI બાબતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ આગળ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ