છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી હતી.ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. વિગતવાર ચર્ચા અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, એ વાત પર સહમતિ સધાઈ હતી કે ચીનમાં ચાલી રહેલી ફ્લૂની સિઝનને જોતાં આ પરિસ્થિતિ અસામાન્ય નથી.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આરોગ્ય વિભાગે વિશ્વ આરોગ્ય સંસ્થાને પરિસ્થિતિ અંગે સમયાંતરે અપડેટ્સ શેર કરવા વિનંતી કરી છે.
બીજી બાજુ, ડોકટરોએ પણ પુષ્ટિ કરી છે કે અપેક્ષિત મોસમી ફેરફારો સિવાય, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતમાં શ્વસન રોગોના કેસોમાં કોઈ વધારો થયો નથી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:42 એ એમ (AM) | આરોગ્ય મંત્રાલય