મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં સૌએ ફિનટેક ક્રાંતિનો અનુભવ કર્યો છે. જેના પરિણામે દેશમાં નાણાકીય પ્રવૃતિઓ ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
દરમિયાન ગિફ્ટ સિટીના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ કહ્યું કે, નાણાકીય તકનિકી ક્ષેત્રમાં તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે ઇનોવેશન હબની ગુજરાતમાં જરૂરિયાત હતી. આ ઉદ્ઘાટન સત્રમાં નાણાકીય તકનિકી ક્ષેત્રના અગ્રણી, યુવા ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:32 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ