છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતુ. ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અમદાવાદમાં ગતરાત્રિ દરમિયાન 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.8 ડીગ્રી સેલ્સિયસ, રાજકોટમાં12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજે પણ અમદાવાદ શહેરમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસનીઆસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના નિયામક એ કેદાસના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાતનાં વિસ્તારોમાં સામાન્ય અને સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાનું પુર્વાનુમાન છે
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:51 પી એમ(PM)