છેલ્લાં દસ વર્ષમાં દેશમાં રોજગાર સર્જનમાં 36 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2014 થી 2024 સુધીમાં 17 કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં લગભગ ચાર કરોડ 60 લાખ નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે 2014-2024 વચ્ચે 36 ટકાનો રોજગાર વૃદ્ધિ દર વર્ષ 2004 થી 2014 દરમિયાન નોંધાયેલા 7 ટકા વૃદ્ધિ દર કરતાં ઘણો સારો છે. યુપીએ સરકાર દરમિયાન 2004 થી 2014 વચ્ચે બે કરોડ 90 લાખ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. ડેટા દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં શાસન હેઠળ કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં 19 ટકા,ઉત્પાદન ક્ષેત્રમાં 15 ટકા અને સેવા ક્ષેત્રમાં 36 ટકાનો વધારો થયો છે, જ્યારે બેરોજગારીનો દર 2017-18માં 6 ટકાથી ઘટીને 2023-24માં 3.2 ટકા થયો હતો.
Site Admin | જાન્યુઆરી 2, 2025 7:36 પી એમ(PM)