છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણે આરોપીઓ, બાંગ્લાદેશના જેસોર જિલ્લાના વતની છે. મુંબઈ ATS દ્વારા ટ્રેક કર્યા બાદ તેમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભાઈઓ રાયપુરના ટિકરાપારા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગયા મહિનાની 26મી તારીખે ટ્રેનમાં મુંબઈ ગયા હતા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાની યોજના બનાવી હતી. મુંબઈ ATS ની મદદથી ત્રણેયને મુંબઈના પાયધોની વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા અને સોમવારે રાયપુર પાછા લાવવામાં આવ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 2:33 પી એમ(PM) | ધરપકડ
છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી
